Review

AMRUTA GANDHI - NOT GUILTY

Cast : Mehul Buch, Tusharika Rajguru, Shilpa Patel, Hiral Mehta, Mayur Bhalala, Ashok Vyas, Sumit Trivedi, and Dhruvesh Bhatt

AMRUTA GANDHI - NOT GUILTY Play Review in Gujarati


Jayesh Shah



 AMRUTA GANDHI - NOT GUILTY Review in Gujarati


વગદાર બિલ્ડર, અનાથ સમાજસેવિકા, બહેન પર બળાત્કાર, પ્રતિશોધ અને બદલો. અગાઉ ફિલ્મો તેમજ નાટક માં ભજવાય ગયેલી આ કથા પર દિગ્દર્શક મેહુલ બૂચે ફરીથી હાથ અજમાવ્યો છે ને એમાં તે સફળ પણ થયાં છે જો તમને સામાન્ય કથાનક સામે વાંધો ન હોય તો.

પૈસા તેમજ પોઝિશન નો પાવર અને આપણી ખોખલી સિસ્ટમ સામે સામાન્ય એકલદોકલ વ્યક્તિ સચ્ચાઈ અને ન્યાયનો ઝંડો લઇ જંગે ચડે તો તેનો શું અંજામ થાય તે દર્શાવતું નાટક.

કઇં પણ વાંક ગુના વગર એક ઊગતી તરૂણી પર નરાધમોનો પડછાયો પડે તો તેની અંદરની વેદના તેમજ સમાજ વ્દારા થતી ઉપેક્ષાનું દદૅ કેવું હોય તે દર્શાવતું નાટક.

જેડી અધમ કક્ષા નો બિલ્ડર તેમજ પોલિટિશિયન છે. તે ગરીબોના રહેણાંક પરની જમીન પર mall બનાવવા માગે છે. મા-બાપ વિનાની ને તેની નાની બહેન અનન્યા સાથે રહેતી અમૃતા ગરીબોને બચાવવા જેડી સામે લડે છે અને case જીતે છે. ગમે તે ભોગે પોતાનો mall બનાવવા જેડી અમૃતાને ધમકી આપે છે, ડરાવે છે જેને અમૃતા ગણકારતી નથી અને તેનો અંજામ આવે છે અનન્યા પર બળાત્કાર. જેથી અમૃતા ભાંગી પડે છે ત્યારે ઘરમાં ફરજ બજાવતો કોન્સટેબલ તેને હિંમત આપીને બદલો લેવા પ્રેરે છે અને...

દરેક પાત્રએ એના અભિનયમા જાન રેડ્યો છે. અમૃતાના પાત્રમાં તુષારિકા રાજગુરુએ લાગણી તેમજ જુસ્સાનો પરિચય કરાવતો ખૂબજ સુંદર અભિનય કરેલ છે, અનન્યાના પાત્રમાં શિલ્પા પટેલનો અભિનય પણ દમદાર છે હા બળાત્કાર થયો ત્યારનો ફ્લેશબેકવાળો અભિનય ભલે સુંદર હોય પણ તે દશ્ય નિવારી શકાયું હોત (વધુ પડતું લાગે છે) બાકી હીરલ મહેતા, મયુર ભલાલા,અશોક વ્યાસ, સુમિત્રા ત્રિવેદીનો અભિનય સરસ છે. આલેખન, દિગ્દર્શન અને અભિનયની ત્રેવડી જવાબદારી નિભાવાનાર રમેશ બૂચના અભિનયનું તો કહેવું જ શું. તુષારિકા રાજગુરુ અને મેહુલ બૂચનો અભિનય આ નાટકનું જમા પાસુ છે. નાટકમાં કહે છે કે

"સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાઓ અબ ગોવિંદ ના આયેંગે"

અને આ વાત ખરેખર સત્ય છે, આજના આ કળિયુગમાં સ્ત્રી પર અત્યાર, બળાત્કાર ની ઘટના છાસવારે બને છે અને તેની આગમાં કેટલીયે નિભૅયા હોમાય છે. હવે હિંમત હારીને, ડરીને કે રડીને બેસી રહેવાથી કંઈ નહીં થાય, સ્ત્રી તેમજ સમાજે નીડર બની મૂકાબલો કરવો પડશે. ગોવિંદ આપણી સાથે પ્રત્યક્ષ રીતે ન હોય તો પણ અદ્રશ્ય રીતે આપણી સાથે જ છે.

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play