Review

BLIND DATE

BLIND DATE Play Review


MTG editorial


Direction : Rahul Antani
Writer : Pranav Tripathi
Cast : Rahul Antani, Pranav Tripathi, Yogesh Upadhyay, Mamta Bhavsar, Smit Ganatra, Sejal Gala and team


 BLIND DATE Review


પ્રાસ્તાવિક :
મનુષ્યનું જીવન ફક્ત જન્મથી મૃત્યુ વચ્ચેનો સમય નથી, જીવન એટલે તો એક મહાન સંભાવનાઓનું ચિત્ર, જ્યાં કુદરતની કઠોર વાસ્તવિકતાની પૃષ્ઠભૂમિ પર મનુષ્ય પોતાના સપનાં અને આશાઓના રંગોથી કર્મોની કલાકારી કરે છે, ક્યારેક સકારાત્મકતાના રંગબેરંગી ચિત્ર બની જાય છે તો ક્યારેક નકારાત્મકતાના પરિણામેં મનુષ્ય ગૂંચવાયી જાય છે.

તેજસ ગોહિલ પ્રસ્તુત, પ્રણવ ત્રિપાઠી લેખીત તથા રાહુલ અંતાણી દિગ્દર્શિત BLIND DATE એવુજ એક જીવંત ચિત્ર છે જેમાં દર્શકોની સામે કલ્પનાત્મક કથાને જીવંત અભિનયથી વાસ્તવિકતાનો અહેસાસ કરાવવાનો પ્રામાણિક પ્રયત્ન થયો છે, તો ચાલો આપણે પેહેલા પાત્ર પરિચય કરી લઈએ.


કથા કથન સાથે પાત્ર પરિચય :
પ્રત્યેક નાટકના બધાજ પાત્રો પોતાની ભૂમિકામાં મુખ્ય હોય છે આ તો દર્શકો પોતાના ગમા-અણગમા, લાંબા-ટૂંકાના માપદંડથી મુખ્ય અને ગૌણ ના લેબલ લગાડે છે, બાકી કલાકાર તો કલાકાર છે ભૂમિકા નાની હોય કે મોટી, દરેકમાં પોતાનો પ્રાણ નાખી દે છે માટે આપણે પાત્ર પરિચય દ્રશ્યો ની શ્રૃંખલાના આધારે કરીશું.

નાટકની શરૂવાત બજરંગબલીના મંદિરમાં પ્રાર્થના કરતા નિસર્ગ નામનાં યુવાનથી થાય છે, નિસર્ગ એક NRI એન્જિનિયર છે, ભારતમાં બુલેટ ટ્રેન શરુ કરવાનું સપનું લયીને આવ્યો છે, અને તે પોતાની કહાનીની શરૂવાત કરે છે તેના શ્વાસ, વિશ્વાસ અને પ્રેરણા તેના પ્રેમની અપ્સરા ધરાથી. આમ નાટક શરૂવાતથી જ ફ્લેશબેકમાં સરી પડે છે દ્રશ્ય બદલાય છે સાથે પાત્રો ઉમેરાય છે સામે ધરાના માતા પિતા અને કાકાનો રમુજી સંવાદ શરુ થાય છે.

દરેક માતાપિતાની જેમ ધરાના માતા પિતા ધરાને ખુબ જ પ્રેમ કરે છે, ખાસ કરી ને પિતાની લાડકી ધરા માટે પિતા એટલા બધા લાગણીશીલ છે કે તેના લગ્નની વાતોથી પણ પિતાની આંખોમાં અશ્રુઓ સરી પડે છે, દરેક પાલકની જેમ તેમણે પણ પોતાની લાડકી દીકરી ના લગ્નનું સપનું સજાવ્યું છે. કાકા કે. કે. પોતાની કૉમેડી કરી દ્રશ્ય ને ક્યારેક ભાવભીનું તો ક્યારેક રમુજી બનાવી દે છે, સંવાદ માં ગુજરાતીઓ વિષે જે કાવ્યાત્મક રજુવાત કરી છે તે miss કરવા જેવી નથી "ગળ્યું ખાય ખાયને ખાય તેજ ખરો ગુજરાતી કહેવાય" જેવી પંક્તિઓ દર્શકો માં હાસ્ય ઉમેરી જાય છે.

તરત જ એન્ટ્રી થાય છે નાટકની નાયિકા ધરાની. નિસર્ગની અપસરા ધરા, પ્રવાસ જ જેનો શ્વાસ છે એ ધરા, હાલમાં જ અમેરિકા ફરીને ભારતમાં પોતાના ઘરે આગમન કરે છે. દુનિયા ફરવાની ઉત્કંઠા અને સપના સેવતી ધરાને પોતાનો દેશ પણ એટલો જ વ્હાલો છે, આજ દૃશ્યમાં એ પણ જણાઈ આવે છે કે નિસર્ગ અને ધરાનો પરિચય પણ થયી ગયો છે અને બંને લગ્નના બંધન માં જોડાવા માટે પણ રાજી છે, એકબીજાને વધુ સારી રીતે ઓળખી શકે એટલે નિસર્ગ ધરા સાથે સમય વિતાવવા ભારત આવ્યો છે અને ફરી નિસર્ગ ની એન્ટ્રી થાય છે.

થોડા ઘણા સંવાદોથી એક વસ્તુ સમજાયી જાય છે કે એન્જીનીયર હોવા છતાં સ્વભાવે નિસર્ગ બેદરકાર છે, તે પોતાને પણસંભાળી નથી શકતો અને બીજી તરફ ધરા એક વ્યવસ્થિત છોકરી છે જેને, કોઈ સંભાળે એવી અપેક્ષા સાથે તે નિસર્ગ તરફ જોય છે, નિસર્ગ અને ધરા દરિયા કિનારે ફરવા ગયા છે એ પ્રસંગ માં એ બંને વચ્ચે ના રમુજી સંવાદ માં પણ બંને નો ભિન્ન સ્વભાવ અને સ્વભાવો વચ્ચેનું અંતર સ્પષ્ટ રૂપે અભિનય દ્વારા અભિવ્યક્ત થયી જાય છે.

આ એક દરિયા કિનારાના દ્રશ્યમાં પ્રાણ પુરે છે Light Effects. પરદા પરના દ્રશ્ય સાથે એકરૂપ કરવામાં ફક્ત પરદા પર અભિનય કરનારા કલાકારો સાથે પરદા પાછળ રહેલા કલાકારો પણ બહુ મોટી ભૂમિકા ભજવે છે. ઑડિટોરિયમ ના અંધારા માં બેસેલો દર્શક Light Effects ના કારણે ક્ષણભર માટે તો પોતાને આથમતા સૂરજ ની સામે બેઠેલા હોવાનો અનુભવ કરે છે. આ એક દ્રશ્ય માં 3-4 મિનિટ માટે એક નારિયળ પાણી વાળો અને અને શીંગ વેચવાવાળો પણ આવે છે અને બંને કલાકારો પોતાની ટૂંકી ભૂમિકા માં પણ પ્રભાવી છાપ પાડી જાય છે.

કથા આગળ વધે છે અને ધરાના મનમાં નિસર્ગની લાપરવાહી ખટકવા લાગે છે ધરા મૂંઝાય છે, નિસર્ગ સાથે ના સંબંધો માં આગળ વધવા તેને વધુ સમય જોઈએ છે અને આવી અવઢવ વચ્ચે એક ભયાનક ઘટના આખી કથાને એક અલગજ વણાંક આપી દે છે.

14th February વેલેંટાઈન ના દિવસે નિસર્ગની લાપરવાહ ડ્રાઇવિંગ ના લીધે એક ભયંકર અકસ્માત થાય છે જેમાં ધરા પોતાની બંને આંખો હંમેશા માટે ખોયી બેસે છે અને આ પ્રસંગ ધરા ના મનમાં નિસર્ગ માટે ભારોભાર દ્વેષ નિર્માણ કરી દે છે, પ્રેમની સંભાવના, અચાનક નફરત ની નિશ્ચિતતા માં પરિણમે છે જો કે નિસર્ગ ધરાને હજી પણ પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. પણ ધરા નિસર્ગનું અસ્તિત્વ પોતાના મનમાથી હંમેશા માટે કાઢી નાંખવાનો નિર્ણય કરે છે સામે નિસર્ગ પણ પ્રણ લે છે કે એ ધરાના જીવનમાં ફરી પ્રકાશ લાવશે.

ઘટનાઓની રસાકસી વચ્ચે એન્ટ્રી પડે છે એક નવા નાયકની નામ છે બજરંગી ભાઈ, નામ પ્રમાણે બજરંગબલીનો ભક્ત આંખે અંધ છે પણ એના મનની આંખો સદાયે ઉઘાડી રાખે છે, એ જોયી ભલે નથી શકતો પણ વિચારો થી અંધ નથી. પોતાની દૃશ્ય વિહીન દુનિયાને એ એના પગલાઓની ગણતરી થી માપે છે, એના પગલાઓની ગણતરી જ એનો આત્મવિશ્વાસ છે અને એ જ એની આંખ છે. કે કે. અને નિસર્ગ ધરામાં આત્મવિશ્વાસ જગાડવા આ બજરંગી ભાઈ ઉર્ફે પવન ને એક સ્પેનિશ શિક્ષક બનાવી ધરાને ટ્રેનિંગ આપવા માટે વિનંતી કરે છે, થોડી ઘણી આનાકાની પછી બજરંગી માની જાય છે પણ શરત એ છે કે એ પોતે જોયી નથી શકતો એ વાતની જાણ ધરાને ના થવા દેવી અને નિસર્ગ મૂંગો રહી ધરાની ટ્રેનિંગ માં હંમેશા હાજર રહેશે.

હવે શરુ થાય છે ખરી મજા, આત્મવિશ્વાસ ની સાથે સાથે ધરા ના હૃદય માં બજરંગી માટે પ્રેમ પણ નિર્માણ થવા લાગે છે અને હવે નાટક એક Triangle Love Storyમાં પરિણીત થવા લાગે છે. હાસ્ય પ્રસંગો, રોમાન્ટિક ગીતો અને સંવેદનશીલ સંવાદોની વચ્ચે જોવાનું છે કે આગળ શું થશે?

ધરાના હૃદય માં કોના પ્રેમનું પુષ્પ ખીલશે? શું નિસર્ગનો અને ધરાનો પ્રેમ ફક્ત આકર્ષણ હતો? શું બજરંગબલી નો ભક્ત પોતાનું બ્રહ્મચર્ય તોડશે? આ બધા પ્રશ્નોના ઉત્તરો જાણવા અને નાટકને માંણવા એકવાર તો BLIND DATE ની DATE fix કરવી પડે.


અભિનય અભિવ્યક્તિ :
નાટકમાં ભજવાયેલા દ્રશ્યો ખરેખર કલ્પનામાં પણ વાસ્તવિકતા નિર્માણ કરે છે. ધરાના પાત્રમાં મમતા ભાવસારે બહુરંગી અભિનય કર્યો છે. ચુલબુલી પ્રવાસની શોખીન ધરા અચાનક આંખો ખોયી બેસે છે અને એની જે કરુણ દશાનું વર્ણન કરે છે ત્યારે એક અંધ વ્યક્તિનું વિશ્વ કેટલું સંઘર્ષમય છે તે પોતાના અભિનય દ્વારા દર્શકોના હૃદય ને સ્પર્શી જાય છે.

નિસર્ગ ની ભૂમિકા માં સ્મિત ગણાત્રા પોતાની NRI ગુજરાતી ભાષાશૈલી દ્વારા એક નાયકની અને સાચા પ્રેમીની ભૂમિકા જે રીતે નિભાવી છે એ સરાહનીય છે, સાચો પ્રેમ ભૌતિક કે સ્વાર્થી નહિ પણ આત્મિક અને ત્યાગી હોય, ધરાના પ્રેમમાં કાંઈ પણ કરી છૂટવાની તેની તૈયારી દરેક છોકરીનું મન જીતી લે છે. સાથે સાથે લોકલ ટ્રેનની મુસાફરી નું વર્ણન કરતો નિસર્ગનો રમુજી પ્રસંગ સ્મિત ગણાત્રા ની હાસ્યકલાકારી ની પણ ઓળખ કરાવી દે છે.

Comedy King અને લેખક પ્રણવ ત્રિપાઠી નો અભિનય આખા નાટકમાં શરૂવાત થી અંત સુધી પ્રભાવી રહ્યો છે.બજરંગી ભાઈ ની ધરાની સામે એક સ્પેઇન ના શિક્ષક તરીકે પ્રસ્તુત કરતી વખતે જે પાટિયા ગોઠવે છે એ દ્રશ્યની મજા તો ઑડિટોરિયમ ની સીટ પર બેસીનેજ માણવી પડે. પ્રણવ ત્રિપાઠી એ સાબિત કરી દીધું કે લેખક પોતાના લખેલા સંવાદો વધુ સારી રીતે ભજવી શકે છે. Comedy ની સાથે સાથે ધરાને સાંત્વના અપાતા દ્રશ્યોમાં એક પરિપક્વ વ્યક્તિ નો અભિનય પણ કરી બતાવ્યો છે. શરૂવાતની કુદરતી હાજત ના સંદર્ભમાં કરેલી કૉમેડી પ્રણવ ત્રિપાઠી જેવા પ્રૌઢ કલાકારો ને નહિ શોભે એવું લાગે છે પરંતુ પાછળ થી શુદ્ધ હાસ્યરસ નો અનુભવ પણ માણી શકાય છે

BLIND DATE ના દિગ્દર્શક રાહુલ અંતાણી એ બજરંગી ભાઈ નું અંધ પણ આત્મવિશ્વાસુ ચરિત્ર અપ્રતિમ રૂપે નિભાવી બતાવ્યું છે, કાઠિયાવાડી શૈલી માં પોતાની લાઈનો બોલતો બજરંગી ભાઈ એક ખડતલ વ્યક્તિમત્વ સાથે ભાવભીનું હૃદય પણ ધરાવે છે. ધરાને વિશ્વાસ અપાવવા કે એ પોતે સ્પેઇન થીજ આવ્યો છે અને સ્પેઇન નું રાષ્ટ્રગીત ના નામ પર એ જે ગાય છે એ દ્રશ્યમાં દર્શકોને મજા પડી જાય છે.

ધરાના માં પિતા ની ભૂમિકા માં સેજલ ગાલા અને યોગેશ ઉપાધ્યાય નો અભિનય પણ પ્રંશસા પાત્ર છે, બંને પતિ-પત્નીના સંવાદ નાટકમાં વચ્ચે વચ્ચે હાસ્યનું ઝરણું વહાવતા રહે છે.

આ રીતે તેજસ ગોહિલ પ્રસ્તુત, પ્રણવ ત્રિપાઠી લેખીત તથા રાહુલ અંતાણી દિગ્દર્શિત અને મમતા ભાવસાર, સ્મિત ગણાત્રા, પ્રણવ ત્રિપાઠી સાથે રાહુલ અંતાણી અભિનિત BLIND DATE કલાકારોના અભિનયની, વિચારો ના પ્રવાહની, હાસ્યના હીચકાઓનો અનુભવ અપાવતી એક એવી DATE છે જેને પરિવાર સાથે Blindly book કરવી જોઈએ.

   BLIND DATE Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments


You can now subscribe to our MumbaiTheatreGuide WhatsApp channel


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play