રીમા દલાલ અને વિક્રમ દલાલના જીવનની આસપાસ ફરતી એક મૂળ મર્ડર મિસ્ટ્રી છે "ધ ગેમ ઇઝ ઓવર". રીમા અને વિક્રમ લગ્નજીવનમાં બંધાયેલા છે, પરંતુ વિક્રમ એક વિચિત્ર સ્વભાવનો વ્યક્તિ અને એક નિરાશ બોલિવૂડ લેખક છે, જે મર્ડર મિસ્ટ્રી લખવાનો પ્રયાસ કરી રહ્યો છે.
એક દિવસ, વિક્રમને રીમાના બોયફ્રેન્ડ રવિ વિશે ખબર પડે છે. આ જાણીને વિક્રમ રવિને મારવાનું નક્કી કરે છે. તે એક કાલ્પનિક મિસ્ટ્રી પ્લોટ બનાવે છે, જેમાં રવિના શરીરની જરૂર નહીં પડે! વિક્રમ એક એવી યોજના બનાવે છે કે જેમાં રવિ ની હત્યા તો થઇ જાય પરંતુ કોઈ પણ પુરાવા ના મળે.
નાટકનો અંત રહસ્યમય અને ચોંકાવનારો હશે. દર્શકોને અંત સુધી ખબર નહીં પડે કે વિક્રમે રવિને માર્યો છે કે નહીં, રીમાએ વિક્રમને છૂટાછેડા આપ્યા છે કે નહીં, અને પોલીસે રવિની લાશ શોધી છે કે નહીં.