Interview
 
Dharmendra Gohil Interview with Jayesh Shah
પ્રભાવશાળી personality, મંત્રમુગ્ધ કરનારો અવાજ, બહુમુખી પ્રતિભા ધરાવનાર, multi talented અને છતાં પણ down to earth એવા ચલ મન જીતવા જઈએના વસંત સંઘવી કે પછી 'મરીઝ' નાટકનાં જાનદાર અદાકાર 'ધર્મેન્દ્ર ગોહિલ' સાથે વાર્તાલાપ કરવાની મળેલ તકનો લાભ અહિંયા 'મુંબઇ થિયેટર ગાઇડ'ના વાચકો સમક્ષ રજુ કરીએ છે.


 By Jayesh Shah


જયેશ શાહ (JS): તમે ઘણા સમયથી મરીઝની મુખ્ય ભમિકા ભજવી રહ્યા છો તો તમારો અત્યાર સુધીનો અનુભવ કેવો રહયો?

ધર્મેન્દ્ર ગોહિલ (DG): અદભૂત અનુભવ રહ્યો, મજા આવે છે. ઘણા નાટક શરુ થયાં હોય ને થોડા શોમાં કંટાળો આવી જાય પણ ૨૦૦૪ થી ભજવાતું આ નાટક કરવામાં કંટાળો નથી આવતો પણ મજા આવે છે, નવું નવું શીખવા મળે છે નાટકના એક caption સુફી ઓન ધ રોક્સ પ્રમાણે. અમે બધા આખી process enjoy કરીએ છે. અત્યારે અમે મહેનતનાં ફળ ખાઇએ છે. કેવો અભિનય થશે?, લોકો શું કહેશે?, નર્વસનેસ કે ટેંશન બિલકુલ નથી કારણ આ શો ભજવતાં ઘણા વરસો થયા અને હજી પણ નાટકના પ્રયોગો ચાલતાં જ રહેશે.

JS: મરીઝની આ યાત્રામાં તમારો યાદગાર પ્રસગ શું રહ્યો ?

DG: ઘણા પ્રસંગો છે, ઘણા experiences છે. જેમકે મરીઝ નાટકમાં રબાબનું કેરેક્ટર છે મરીઝનાં જુવાનીના પ્રેમપ્રસંગનો એક સીન છે અમારો નહેરુ સેન્ટરમાં એક શો હતો એ શો પછી એક બહેને આવીને કહ્યું રબાબજી આવ્યા છે તેમણે ઓડિટેરિયમાં આખું નાટક જોયું હતું હું એકદમ અચંબિત થઇ ગયો એમને વ્હીલચેરમાં ઉપર લઇ આવ્યાં. એ આ age માં પણ એટલાં તેજસ્વી લાગતાતાં. એ dignify lady હતાં એમણે એક હાથથી મારા ગાલને પકડ્યો ને રડતાતાં. મારો ચહેરો જોતાતાં, મને પણ ખબર નહોતી પડતી અને હું પણ એમજ ઉભોતો. આ પ્રસંગ ઘણો યાદગાર હતો. આ ઉપરાંત મરીઝનાં પુત્રો પુત્રી આવીને મળી ગયા હોય, father ની યાદ આવી ગઇ કે પછી તમે એ era માં લઇ ગયા એમ કહી ગયાં હોય એ experiences પણ અદભૂત હતાં .

JS: એક કલાકારનાં જીવનમાં હોવા જોઇએ એવા ૩ મુખ્ય ગુણો ક્યાં કહી શકાય ?

DG: સૌથી પહેલાં એ સારો માણસ હોવો જોઈએ. જો વ્યક્તિ પોતે સારો ન હોય તો એ સારો કલાકાર બની ન શકે. બીજો મુખ્ય ગુણ એ સારો માણસ હોવો જોઇએ અને ત્રીજો મુખ્ય ગુણ એ સારો માણસ હોવો જોઈએ (હસીને). હા બાકી બધું personalise છે અને situation પર આધાર રાખે છે. બાકી કલાકાર અગર જો લાગણીશીલ અને સંવેદનશીલ હોય અને સમજીને સમજણતાથી અભિનય કરી રહ્યા છો તો કોઈ પણ પાત્ર નિભાવી શકો છો.બહુ ચર્ચા માગી લેય એવો આ વિષય છે.

JS: તમારા શરૂઆતનાં સમયથી આજના સમય સુધીની યાત્રા કેવી રહી અથવા તો શરૂઆતની ભૂમિકાથી અત્યારની સશક્ત ભુમિકા ભજવવાની પુખ્તતા (maturity) કઇ રીતે મેળવી ?

DG: જીંદગી સબ કુછ શીખા દેતી હૈ. (હસીને). નવું જાણવા નવું શીખવા મળે છે, મરીઝની જ વાત કરીએ તો અમારા મરીઝના નાટકનો record છે કે ૧૦૦ જેટલા કલાકારોએ replacement કરેલ છે જે દરેક પાસેથી કંઇ શીખવા મળે છે નવા emotions જાણવા મળે છે એ process ચાલુ જ છે. maturity સમય સાથે આવીજ જાય છે. હું acting કરું છું dubbing કરું છું, કોરિયોગ્રાફી કરાવું છું workshop ચાલું હોય છે, બાળકો તેમજ યંગસ્ટર સાથે કામ કરું છું તેમજ short films બનાવું છું. કામમાં મજા આવવી જોઇએ. audienceમાં બે બેઠા હોય કે બસ્સો એમને મજા આવવી જોઇએ એ important છે.

JS: તમારી ભારતીય વિદ્યા ભવન સાથેની શરૂઆતની સફર કેવી રહી?

DG: ભારતીય વિદ્યા ભવન એ મારી જન્મભૂમિ કહેવાય. હું આજે જે કંઇ છું તે એના થકી છું. intercollege થી plays કરતાં હતાં, ભાઉસાહેબ સાથે. ત્યાંનો માહોલ ક્યારેય ભૂલશું નહીં. bold કરી નાખે એવું વાતાવરણ હતું, golden days હતાં. હજી પણ ત્યાં કામ ચાલું જ છે, યંગસ્ટર માટે કામ કરું છું હા ઓછું જવાય છે પણ ત્યાં જવાથી સારૂં લાગે છે. હમણાં હિન્દીમાં ભાઉસાહેબ એકાંકી સ્પર્ધા તેમ જ ગુજરાતીમાં અદીમઝૅબાન સ્પર્ધા ની activity ભવન્સ તરફથી ચાલુજ છે.


JS: તમે ક્યાં પ્રકારનાં કલાકારો પાસે કામ કરવાનું ચાહો છો?

DG: કોઈ પણ પ્રકારનાં કલાકારો. હું કંઇક શીખી શકું, motivate થઇ શકું, મને મજા કરાવી શકે. પરેશભાઇ(રાવલ) સાથે કામ કરવાની અલગજ મજા છે, સિદ્ધાર્થભાઇ(રાંદેરિયા)મારા ફેવરિટ છે. દિલિપ જોષી સાથે કામ કરવું પણ અદભૂત છે. આપણે એ લોકોને જોતા જ રહીએ. એ લોકો પાસેથી શીખતાજ રહીએ.

JS: તમારા ભવિષ્યના plan શું છે?

DG: મને ખબર નથી.હું પ્લાન નથી કરતો. નોરમલ પ્લાનિંગ કરતાં હોઇએ બાકી કંઇ specific નથી. મારે ઘણું કરવું હોય છે મારે ઘણું કરવાનું છે બાકી મરીઝ નાટકે મને ઘણું આપ્યું છે અને મારે દર્શકોને ઘણું આપવાનું છે. મારે particularly આજ રોલ કરવો છે એવુ ખાસ નથી. I like to flow. વહેતા રહેવું છે. મને ફરવું ગમે છે, બહારગામમાં પણ ઘણા શો કર્યા છે તેના પણ સારા અનુભવો થયાં છે કામમાં focus કરવાનું, tension નહીં લેવાનું અને life enjoy કરવાની.

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

આ ઇન્ટરવ્યૂ મુંબઈ થિએટર ગાઈડ ના સલાહકાર દિપા પૂંજાની દ્વારા માર્ગદર્શિત છે



read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play