Review

ALL THE BEST (GUJARATI)

Direction : Devendra Pem
Cast : Chitrak Shah, Swapnil Ajgaonkar, Siddharth Bhuptani

ALL THE BEST (GUJARATI) Play Review


Jayesh Shah



 ALL THE BEST (GUJARATI) Review
 Schedule
Dinanath Natyagriha, Mumbai
4:00 PM, Wed, May 1


કહેવાય છે કે લોકોને અભિનય દ્વારા emotional કરવા સહેલા છે તેમજ અભિનય દ્વારા રડાવવા પણ સહેલા છે પણ નિર્દોષ અભિનય દ્વારા પ્રેક્ષકોને હસાવવા અઘરા છે અને આ અઘરું કામ કર્યું છે 'ઓલ ધ બેસ્ટ' નાટકની પૂરી ટીમે.

એ નાટક જે બાર ભાષાઓમાં ભજવાય ચૂકયું છે, જેના ૧૦૮૦૦ થી પણ વધુ શો થઇ ચૂકયા છે અને જે નાટકે ગિનેસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવેલું છે. અને વરસો પહેલાં આવેલા આજ નાટકમાં બહેરાની ભૂમિકામાં શર્મન જોષીએ પણ અફલાતૂન અભિનય આપેલો તેમજ અંધ યુવાનનો કિરદાર મૂની ઝા તેમજ ધર્મેશ મહેતાએ અને મૂંગાની અદાકારી મહેશ કોકટે તેમજ વિકાસ કદમે સુંદર રીતે નિભાવેલી. ચાલો નાટકની કથા વિશે થોડું થોડું..( થોડુ જ કારણકે નાટકમાં વાર્તા બહુ છે જ નહીં )

વાત છે ત્રણ મિત્રોની. એમા દિલિપ જે બોલી નથી શકતો, ચંદ્રકાન્ત જે સાંભળી નથી શકતો અને વિજય જે અંધ છે.‌ આ ત્રણેય એક બીજા પોતાની વાત પોતાની રીતે અભિવ્યક્ત કરે ત્યારે પ્રગટે છે અભિનયની સુવાસ અને નિર્ભેળ હાસ્ય. અબોલ દિલિપ સારી કવિતા લખી જાણે છે, ચંદ્રકાન્તની ખાવાની લારી છે અને તે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકે છે અને વિજય જે દેખાવમાં મોહક લાગે છે તે ટેલિફોન બૂથ ચલાવે છે. વિજય મોહિની નામની યુવતીને ઘરે લાવે છે આજ યુવતીને ચંદ્રકાન્ત અને દિલિપ પણ મનોમન ચાહતા હોય છે, મોહિની ત્રણેયને તેમનામાં રહેલા કૌશલ્યથી આગળ લાવવા પ્રેરણા આપે છે અને પ્રયત્ન પણ કરે છે પણ આ બાજુ ત્રણેય મોહિનીને પ્રેમ પણ કરે છે અને આ બધામાંથી સર્જાય છે અભિનય અને હાસ્યની જુગલબંધી.

ચેતન ગાંધી, જીતેન્દ્ર જોષી નિર્મિત, ચિત્રક શાહ, કિરણ માલવણકર પ્રસ્તુત ઓલ ધ બેસ્ટ ના લેખક અને દિગ્દર્શક છે દેવેન્દ્ર પ્રેમ. એક અઘરા થીમ વાળી કથા હોય અને તેના ત્રણેય મુખ્ય અદાકારોને જયારે ખામીયુક્ત બતાવવામાં આવ્યા હોય ત્યારે તે બધા વચ્ચે અભિનયનું ટયુનિંગ કરાવી પ્રેક્ષકો સામે રજૂ કરવું ઘણું મહેનતનું કામ છે અને તેમાં દેવેન્દ્રભાઈ સફળ પણ રહ્યા છે. બહેરાના પાત્રમાં ચિત્રક શાહનો અભિનય તેમજ તેની ડાયલોગ ડીલિવરી લાજવાબ છે. મૂંગાની એક્ટિંગ કરતા દિલિપના પાત્ર સાથે તાલ મિલાવતા સુંદર હાસ્ય નિમૅાણ કરે છે. અંધ યુવાનના પાત્રમાં સિદ્ધાર્થ ભૂપતાણિ સોહામણો લાગે છે અદાકારી પણ ઉત્તકૃષ્ટ છે અગાઉ તેણે ભજવેલા આંધળોપાટો નાટકનો અનુભવ પણ તેને કામ લાગ્યો છે. મૂંગી વ્યક્તિના કિરદારમા સ્વપ્નિલ અજગાંવકરનો અભિનય સર્વશ્રેષ્ઠ છે. એક પણ ડાયલોગ ન હોવા છતાં (કયાંથી હોય મૂંગો જે છે) તો પણ તેના બેનમૂન અભિનય અને હાસ્યથી નાટકમાં પ્રાણ પૂર્યા છે, તેમા પણ મોહિનિને પોતાના દિલની વાત વ્યક્ત કરવા જે પ્રયત્નો કરે છે તે સીન કાબિલે તારીફ છે. મોહિનીના પાત્રમાં રૈના મહેતાનો અભિનય પણ સુંદર છે.

ટૂંકમાં નખશિખ એક્ટિંગ, સબળ દિગ્દર્શન અને કુદરતી હાસ્યનો સમન્વય એટલે કે ઓલ ધ બેસ્ટ.

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play