Review

BANDH HOTH NEE VAAT

Direction : Dinkar Jani
Writer : Uttam Gada
Cast : Yogesh Upadhyaya, Bhavita Sanghvi, Bhoomi Shukla, Saunil Daru, Sathvi Choksi, Harshil Desai, Vidyulata Bhatt

BANDH HOTH NEE VAAT Play Review


Jayesh Shah



 BANDH HOTH NEE VAAT Review


પ્રેમીઓના બંધ હોઠ વચ્ચેના મૌનમાં પંખીનો કલરવ હોય છે જયારે દુખની પીડા હ્રદયમાં ધરબેલ વ્યક્તિના મૌનમાં કોલાહલ હોય છે, આ કોલાહલથી કલરવ સુધીની સફર એટલે 'બંધ હોઠની વાત'. આ સફરમાં પીડા છે તો પ્રેમ પણ છે, ક્રોધ છે તો કરૂણા પણ છે, મૌન છે તો સંગીત પણ છે અને વેદના છે તો હાસ્ય પણ છે.

દિનેશભાઇ તેની પત્ની, બે પુત્રી સોનલ અને રૂપલ સાથે રહે છે, તેમનાં મોટાભાઇ જે અપરિણિત તે પણ સાથે રહે છે ઘરમાં તેમજ બિઝનેશ માં નિયમો મોટાભાઇનાં જ ચાલે છે.મોટી બહેન સોનલ જન્મથી મૂંગી બહેરી છે અને છેલ્લા અમૂક વરસોથી તે અજીબ વર્તન કરે છે જેના કારણે તેની મા તેમજ નાની બહેન તેને અવગણીને હડધૂત કરે છે, નાની બહેન રૂપલનાં લગ્ન કરવામાં પણ મોટી બહેનની ઉણપ આડખિલિરૂપ બને છે.

એવામાં રુપલ માટે એક છોકરો રોહન લંડનથી આવે છે પણ તે તેની ઓળખાણ છૂપાવે છે. તે કોરિયો ગ્રાફર છે અને ડાન્સ શીખવતાં દિનેશભાઇ ના પરિવાર સાથે ઘરોબો કેળવે છે, મૂંગી સોનલના અજીબ વર્તન પાછળ રોહનને કોઇ રાઝ દેખાઇ છે અને તે જાણવા તે પ્રયત્નો કરે છે અને સોનલનાંબંધ હોઠની વાત જયારે બધાં જાણે છે ત્યારે...

કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા પ્રસ્તુત, વિશાલ ગોરડિયા નિર્મિત, દિનકર જાની દિગ્દર્શીત "બંધહોઠની વાત" એક સુંદર સર્જન બની શકયુ છે, ઉત્તમ ગડાની કથા રોચક છે. દરેકની જીંદગીમાં આવતા ખાટા-મીઠાપ્રસંગો, પ્રેમ અદેખાઈ બધું અહિયાં છે.

હા પણ સસ્પેન્સ ઘણો ખટકે છે, હાયરમિડલ ક્લાસના સભ્ય સમાજમાં આવીઘટના મોટે ભાગે તો બનતી નથી. દિનેશભાઇના પત્નીના સોનલ પ્રત્યેનાં વલણમાનું અચાનક પરિવર્તન નવાઇ પમાડે છે, બાકી ગંભીર વિષય હોવા છતાં પણ નાટકમાં હળવાશ તેમજ હાસ્યની છોળો જાળવાઇ રહી છે. દિનકર જાનીનું દિગ્દર્શન ખૂબ સારૂં છે. કલાકારોમાં યોગેશ ઉપાધ્યાયનો અભિનય સરસ છે, રમૂજી તેમજ ગંભીર બંને પાસા સુંદર રીતે નિભાવી જાય છે, સાત્વિ ચોક્સી, ભૂમિ શુક્લ, ભાવિતા સંઘવી, સુનિલ દરૂ અને વિદ્યુલત્તા ભટ્ટ બધાએ કિરદાર સરસ રીતે નિભાવ્યા છે. રોહનનાં પાત્રમાં હર્ષિલ દેસાઇએ પણ નાટકનો ઘણો ભાર ઉપાડી લીધેલ છે, તેની અદાકારી તેમજ ડાન્સ દરેકમાં બારીમાંથી આવતા ઠંડા પવન જેવી તાઝગી વર્તાય છે. ચુસ્ત પટકથા, સરસ દિગ્દર્શન તેમજ અચ્છી અદાકારીને કારણે 'બંધ હોઠની વાત' સાંભળવા જેવી છે.

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play