Review

EK CHOKRI SAAV ANOKHI

EK CHOKRI SAAV ANOKHI Play Review


Jayesh Shah


Direction : Vipul Mehta
Writer : Bhavesh Mandalia
Cast : Bhagyashree Milind, Meghna Solanki, Dharmaj Joshi, Parth Thakar, Rishabh Joshi, Nilesh Pandya


 EK CHOKRI SAAV ANOKHI Review


'ભગવદ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે
उद्धरेदात्मनाऽऽत्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ||
આપણા ભાગ્યનું નિર્માણ આપણે સ્વયં કરીએ છીએ, આપણા કર્મોથી આપણે જ આપણા મિત્ર કે શત્રુ છીએ.'ભગવદ ગીતાના કર્મનો આ સિદ્ધાંત પૂર્ણપણે સાક્ષાત્કાર કર્યો હોય તો નાટકના મુખ્ય પાત્ર અનોખીએ. હા આ છોકરી છે સાવ અનોખી ,અલ્લડ પણ હોશિયાર, લાગણીથી તરબોળ, બાગમાં મગમગતા પુષ્પ જેવી,પ્રતિકૂળ સંજોગોમાં પણ સંજોગો સામે લડનારી,તકદીર થી હારીને નહીં પણ પોતાની તકદીર ખુદ લખનારી એવી આ એક છોકરી છે સાવ અનોખી.

અનોખી અરવિંદ અને સરિતા નું વય તેમ જ સમજદારીમાં પણ મોટું સંતાન, સીએના ફાઇનલ યર માં ભણતી તેમજ પિયાનો વગાડવાનો અત્યંત શોખ ધરાવતી ચંચળ છોકરી છે, નાનો ભાઈ આકાશ યુવાન, સ્માર્ટ,નોકરીની તલાશમાં માં રહેતો પરંતુ થોડો લાગણીહીન છે. પિતાની લાડકી અનોખી માતા તેમ જ પિતાનું ખૂબ જ ધ્યાન રાખે છે ભાઈ આકાશ ઘણીવાર તેનું દિલ તોડી દે તો પણ મનમાં ન લાવે .અનોખીને જોવા વિદેશથી પિતાના પરિચિત ને ત્યાંથી એનઆરઆઈ મુરતિયો અમિત આવે છે અમિતને અનોખી તેમજ અનોખી અને ઘરના સદસ્યોને અમિત પસંદ આવે છે બંનેનો મેળાપ વધે છે ,અમિત પણ ઘરના દરેક સદસ્યોના દિલ જીતી લે છે અહીંયા સુધી નાટક હળવું ફૂલ અને હાસ્ય સભર રહે છે પણ સમયના ચક્રને કંઈક અલગ જ મંજૂર હોય છે. અનોખી તેમજ અમિતને સાયકલ પર સાથે વેલેન્ટાઈન ડે ઉજવવા જતા અકસ્માત થાય છે. મોટાભાગે બને છે તેમ પોતાના ભવિષ્યને તેમજ કારકિર્દીને પ્રાધાન્ય આપતા અમિત અનોખીને અપનાવવા તૈયાર નથી. કુદરતની ક્રૂર મજાક ને કારણે અનોખી થોડો સમય ઉદાસ રહ્યા પછી હિંમત ન હારતા, પોતાની મેળે જ તેની કારકિર્દી તેમજ પોતાનો શોખ પૂરો કરવા તેનું તકદીર લખે છે તે તેના પરિવાર તેમજ મિત્ર સંદીપ ના સથવારે કઈ રીતે શક્ય બને છે તે માટે તો આ અફલાતૂન સર્જન જોવું રહ્યું.

વિશાલ ગોરડીયા પ્રસ્તુત ભરત નારાયણદાસ ઠક્કર નિર્મિત પ્રતાપ ફડની મૂળ કૃતિ પર આધારિત ભાવેશ માંડલિયા ની કથા પ્રેક્ષકોને જકડી રાખવા સક્ષમ છે ,સુંદર કથાનક કોઈ પણ નાટકની સફળતાનો આધાર સ્તંભ છે અને તેમાં ભાવેશભાઈ એકદમ ખરા ઉતરે છે અનોખી ના પિતા અરવિંદના પાત્રમાં નિલેશ પંડ્યા નો અભિનય તેમજ તેની રમુજ ભરી ડાયલોગ ડિલિવરી ગંભીર માહોલમાં પણ વાતાવરણ હળવું રાખે છે અનોખીની માતા સરિતા ના પાત્રમાં મેઘના સોલંકીની અદાકારી પણ વખાણવા લાયક છે અરવિંદ અને સરિતાની કેમેસ્ટ્રી એકદમ બંધબેસતી લાગે છે. આકાશના પાત્રમા રિષભ જોશી નો અભિનય પણ સુંદર છે બહુમુખી બહેન અનોખી સાથે પોતાને કમ્પેર કરતા તેમજ નોકરી મેળવવા માટે કંઈક હદ તક સ્વાર્થી થનાર ભાઈ તેમજ બહેનની વેદના છતાં તેને હિંમતથી સામનો કરતી જોવાથી હૃદય પરિવર્તન થતાં પ્રેમાળ ભાઈ ની લાગણી સારી રીતે વ્યક્ત કરે છે. NRI અમિતના પાત્રમાં પાર્થ ઠાકર તેનું ટુંકુ પરંતુ સુંદર કિરદાર નિભાવી જાય છે. અનોખી સિવાય તેના હમદર્દ મિત્રના મિત્રના પાત્રમાં ધર્મજ મનોજ જોશી મેદાન મારી જાય છે મધ્યાંતર બાદ સંદિપનું આ પાત્ર ન હોત તો લાગે છે કે નાટક ફિકુ પડી જાત. ખૂબ જ વાચાળ, આનંદીત તેમજ અત્યંત લાગણીશીલ મિત્ર તેમજ પ્રેમીના પાત્રમાં ધર્મજ જોશી બેનમૂન રહ્યો છે .હવે વાત કરીએ આ નાટકના મુખ્ય પિલર સમી અનોખીની એટલે કે ભાગ્યશ્રી મિલિંદની. ઘણી મહેનત માગી લે છે આવું કિરદાર ભજવવું.પરંતુ ભાગ્યશ્રીના હસમુખી, રમતિયાળ બનવાની વાત હોય કે પછી જીવનમાં અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં કરુણ અભિનય કરવાની વાત કે પછી સંજોગ અને તકદીર સાથે પોતાના આત્મવિશ્વાસથી લડવાની વાત હોય દરેકે દરેક ફ્રેમમાં તેનો અભિનય સુપર્બ, જબરજસ્ત છે.જાન રેડ્યો છે ભાગ્યશ્રીએ તેનું આ પાત્ર જીવિત કરવામા.

ફિલ્મ તેમજ થિયેટર ની દુનિયાનું મોટું નામ ,લેખક,ડિરેક્ટર વિપુલ મહેતા ના દિગ્દર્શન નું તો કહેવું જ શું?નાટકના કોઈપણ પ્રસંગમાં કચાશ નથી રહેવા દીધી. તેમણે દરેક કલાકારો પાસેથી ઉમદા કામ લીધું છે, અનોખી ઘરમાં એકલી હોય અને મુસીબતમાં વગર હાથે કામ લેવાનું હોય કે પછી સંદીપનું મેરેજ પ્રપોઝલ હોય કે વાત સેટ રચનાની ઊંડી સમજની હોય અથવા તો નાટકના કર્ણપ્રિય સંગીતની હોય તે દરેકમાં વિપુલભાઈ ની કમાલ દેખાય આવે છે. આ નાટકનું બીજું જમાપાસું છે દિલીપ રાવળની સુમધુર રચના, જાનવી શ્રીમાંકરનો મંત્રમુગ્ધ કંઠ તેમજ પ્રખ્યાત સંગીતકાર સચિન જીગરનું કર્ણપ્રિય સંગીત.

ભગવદ ગીતાના સંદેશ સાથેજ સમાપ્તિ કરતા 'જે મનુષ્ય મનની દુર્બળતા નો ત્યાગ કરી કર્મ કરે તે જ સફળતાને પ્રાપ્ત કરે છે.' જેમકે ફેમસ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ, આઈએએસ ઓફિસર ઇરા સાઈગલ, ભારતનાટ્યમ ડાન્સર સુધા ચંદ્રન, કે પછી પ્રખ્યાત રવિન્દ્ર જૈન આના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે જે કોઈને કોઈ રીતે ફિઝિકલી હેન્ડીકેપ હોવા છતાં પણ તેમણે તેના ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ કરી તકદીર સામે બાથ ભીડીને આગળ આવ્યા છે અને આજ મેસેજ આપતું ઇન્ડિયન થીયેટર કંપનીનું આ જબરજસ્ત નાટક "એક છોકરી સાવ અનોખી"સાચે એક અનોખું સર્જન છે.

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

   EK CHOKRI SAAV ANOKHI Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments




   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play