Review

Good Morning Jindagi

GOOD MORNING JINDAGI Play Review


Jayesh Shah


Director : Vicky Mohala
Writter : Gaurav Nayak, Raaj Patil
Producer : Nimesh Shah
Cast : Hari Krishna Dave. Dimmple Kava.


 GOOD MORNING JINDAGI Review


નિવૃત્ત વ્યકિત પાસે જીવનનાં છ દાયકા વિતાવ્યા બાદ હોય તો, ફક્ત વિતાવેલા પળોની યાદો અને જીવનસાથી નો સંગાથ. સંતાનો પોતાના કામમાં કે પછી સ્વાર્થમાં મા-બાપને ભૂલી નિજી જિંદગી માં મસ્ત રહે છે ત્યારે બુઝુર્ગ સ્ત્રી કે પુરૂષ માટે જીવનસાથી જ તેનું સર્વસ્વ બનીને રહી જાય છે .

જેઓ એકબીજાની પસંદ નાપસંદ, ખૂબી ખામી, ગમાં અણગમા થી સુપેરે વાકેફ હોય છે. પણ જયારે તેમાં પણ કુદરત મજાક બનીને કસોટી કરે તો?

ગોવર્ધન ત્રિપાઠી ઉર્ફે આપણા માસ્તર અને તેની સમજુ પત્ની રતન આવું જ એક પ્રૌઢ દંપતિ છે અને સ્વાર્થી પુત્ર પરદેશ છે અને બંને એક બીજાના સાથમાં હસતાં રડતાં જિંદગી વ્યતિત કરે છે . પણ અચાનક રતનને બ્લડ કેન્સર હોવાની ખબર પડે છે અને.....

ફક્ત બેજ પાત્રો દ્વારા ભજવાયેલું નાટક છે તેથી જ બે પાત્રો પર જ નાટકનો પૂરો ભાર રહ્યો હોય તે સમજી શકાય. અમુક દૃશ્યો ખુબજ સુંદર રીતે direct તેમજ અભિનીત થયેલાં છે તેમાં ના નહીં પણ એક જ વાત , બે પાત્રો, મોટે ભાગે કરુણ વાતો અને આ બધું સતત અઢી કલાક?..... ઘણી વાર કંટાળો આપે છે.

કલાકારો ની વાત કરીએ તો માસ્તરનાં પાત્રમાં હરિકૃષ્ણ દવે તેમ જ રતનનાં પાત્રમાં ડિમ્પલ કવા બંનેનો અભિનય બેનમૂન છે. નાટકનો પૂરેપૂરો ભાર તે બંને ઉપર જ છે અને તેમાં તે લોકો સફળ પણ થાય છે. પતિ ને પત્ની એક બીજાથી હકીકત છૂપાવીને એક બીજાને ખુશ રાખવા જે અભિનય કરે છે તે કબિલે તારિફ છે, ગૌરવ નાયક અને રાજ પાટીલની કથા તેમજ વિક્કી મોહલાનું દિગ્દર્શન સુંદર છે.

એકંદરે એકલતા અને એકાંત વચ્ચેનો ભેદ દર્શાવતું નાટક GOOD MORNING જિંદગી અમુક જ દર્શકોને પસંદ પડે તો નવાઈ નહીં.

   Good Morning Jindagi Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play