Written and Directed : Pramit Barot Cast : Jagesh Mukati, Chitrak Shah, Meera Acharya, Jyotika Shah
LAGAN LETA LEVAI GAYA Review
અમી ત્રિવેદી રંગભૂમિની દુનિયાનું બહુ મોટું નામ. વીસ વર્ષથી નાટકની દુનિયા સાથે સંકળાયેલા અને લજ્જા તને મારા સમ, ધુમ્મસની પેલે પાર અને કેટલાય નાટકો દેનારા અવની પ્રોડક્શનું નવુ નાટક "લગન લેતાં લેવાય ગયા" આપણી અપેક્ષાથી ઘણું ઊણુ ઉતરે છે.
છેલ પરેશ અને પ્રવિણ બનસોડની આકર્ષક મંચસજજા, રસપ્રદ નાટયકથા,અધધ કલાકારોની ફોજ હોવા છતાં પણ હાસ્યસભર સંવાદોની ગેરહાજરી તેમજ દરેક કલાકારોની ઓવર એક્ટિંગ ને લીધે લેખક-દિગ્દર્શક પ્રમિત બારોટ બનાવવા ગયા ધમાલિયુ નાટક પણ બની ગઇ નૌટંકી.
ચાલો લગન ના યજમાન તેમજ જાનૈયાને મળી લઇએ. વાત છે કરકસિયા પરિવારની અને તેના મોભી છે સાજણબાપા. એમને ઘરે લગન છે તેની દિકરી રૂપલના, બાપા ના પરિવારમાં છે પત્ની ગોમતી, દિકરો લાલિયો, દિકરીઓ રૂપલ અને સોનલ, ભાઇ કિસમત તેની પત્ની વિજળી વહુ વગેરે. સામા પક્ષે વેવાઇ છે જે થોડું મોટેથી બોલો કે હશો તો પડી જાય છે,લો બોલો? તેના બે પુત્રો છે. હવે રૂપલના લગન છે મોટા પુત્ર સાથે ને રૂપલને પ્રેમ છે નાના પુત્ર સાથે. ઘરેથી જાન જવા વખતે ખબર પડે છે કે રૂપલ ભાગી ગઇ છે, આ બાજુ વરરાજા પણ ગાયબ છે હવે રૂપલ ભાગી ગઇ તે સંતાડવામા અને બીજા અંદરોઅંદર ઘડિયા લગ્ન ગોઠવવામાં પ્રેક્ષકોના અઢી કલાક લેવાય જાય છે. અંતમા તો "મૈને પ્યાર કિયા" નો જ વિજય થાય છે.
ઇન્ટરેસ્ટીંગ કથાને સંયમિત અભિનય અને હાસ્યસભર સંવાદો મળ્યા હોત તો આ લગન માણવાલાયક બનત, પણ આપણને હસાવામાં દરેક પાત્ર વધુ પડતા કુદકા મારે છે, વગર કારણે પડયા કરે છે, જમીન પર હોય તો ખાટલે ચડે છે ખાટલે હોય તો નીચે ઊતરે છે. મને તો ખબર નથી પડતીકે અટલી દોડાદોડ આ લોકો કરે છે શા માટે?
આ ફેમિલિ કોમેડી છે, આ કોકિલાનું કંઇ કરો, હાથના કર્યા હૈયે વાગ્યા, બુઢાએ મારી સિકસર અને હજી તો કેટલું મોટું લિસ્ટ છે આ નાટકનું મુખ્ય પાત્ર ભજવનાર જગેશ મુકાતીનું અને હા નાટકની અમુક મર્યાદાઓ છતાં જગેશભાઇનો અભિનય સરસ છે.બાકી ચિત્રક શાહ, જૂયુતિકા શાહ, મીરા આચાર્ય, ઋષભ જોષી વગેરેનો અભિનય સારો પણ loud છે. લેખક પ્રમિત બારોટ ની કથા રૂચિકર છે. પણ દિગ્દર્શનમાં પ્રમિતભાઇે કલાકારો પાસેથી ભવાઈ વધુ કરાવી છે.
ટૂંકમાં કહીએ તો અવની આટૅસ નિર્મિત, પ્રમિત બારોટ દિગ્દર્શીત લગન લેતાં લેવાય ગયા ના લગનમાં મહાલવાની બહુ મજા નથી.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.