Interview
 
Trupti Thakkar and Ankit Gor Interview
નિર્માતા તૃપ્તિ ઠક્કર અને દિગ્દર્શક અંકિત ગોર લઇને આવી રહ્યા છે, એક રોમેન્ટિક કૉમેડી ગુજરાતી કોંટેમ્પોરરી નાટક IN BETWEEN, જેના કલાકારો છે જેની શાહ, પ્રતીક શર્મા, જીતેશ કેશવાલા અને અંકિત ગોર. Mumbai Theatre Guide પ્રસ્તુત કરે છે IN BETWEEN ના નિર્માતા તૃપ્તિ ઠક્કર અને દિગ્દર્શક અંકિત ગોર સાથે એક ખાસ મુલાકાત.


 By MTG editorialસૌ પ્રથમ તૃપ્તિ તમારી આ નાટકની યાત્રા વિષે જણાવો...
તૃપ્તિ ઠક્કર: હું બહુ ભાગ્યશાળી છું કે આ નાટક મને નિર્માતા તરીકે મળ્યું છે. હું એક offbeat નાટક શોધી રહી હતી જે યંગ audience ને ગમે, અને ત્યારે મારી મુલાકાત અંકીત સાથે થઇ અને આ રીતે IN BETWEEN નાટક બનાવવાનું ચાલુ કર્યું.

IN BETWEEN ટાઈટલ કેમ?
તૃપ્તિ ઠક્કર: એ તો નાટક જોશો તો ખબર પડે.
અંકિત ગોર: હા એટલે હું સમજાવી શકું છું પણ પછી કાંઈ મજા નહિ આવે. જે પ્રેક્ષકો જોવા આવે એમને આઈડિયા આવી જશે કે IN BETWEEN ટાઈટલ કેમ આપ્યું છે.

આ નાટક પાછળ તમારી કઈ અનકહી કહાની છે?
અંકિત ગોર: મને Human Relationships ના વિષય પર લખવાની મજા આવે. ભલે એ પતિ-પત્ની નું હોય, માતા-પિતા નું હોય, પિતા-પુત્ર કે માતા-પુત્રી. મૈં બહુ ઓછા રોમેન્ટિક કૉમેડી નાટકો જોયા છે contemporary space માં. મને એક રોમ-કોમ બનાવવું છે જેમાં એક વાર્તા હોય આજકલ ના જનરેશન માટે. રિલેશનશિપ્સ માં જે પ્રોબ્લેમ છે એમના પર એક રોમ-કોમ બનાવીએ.

તૃપ્તિ, તમારી યાત્રા ના વિષે દર્શકો ને જણાવો શુરુઆત થી પ્રોડ્યૂસર સુધી નો..
તૃપ્તિ ઠક્કર: હું ઘણા વર્ષો થી કોરિયોગ્રાફી કરતી હતી અને એના સાથે જ મને એક મૌકો મળ્યો theatre માં કામ કરવાનો મૌકો મળ્યો, જે પેહલા હું બેક સ્ટેજમાં હતી અને પછી પ્રોડક્શન એન્ડ હવે પ્રોડ્યૂસર. હું બહુ ખુશનસીબ છું કે મને સારા લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. યાત્રા તો મારી ખુબ જ સરસ રહી છે. અને પ્રોડ્યૂસર તરીકે પણ એક્સસાઈટમેન્ટ છે અંકિત જેવો ડિરેક્ટર મળ્યો અને એમની સાથે કામ કરવાનો મૌકો મળ્યો.

અંકિત ગોર: મને તો પહેલેથી Theatre માં કામ કરવાની બહુ જ ઈચ્છા હતી અને હું બહુ જ ખુશનસીબ છું કે મને મૌકો મળ્યો. મારા પપ્પા કિતાબ વાંચનના શોખીન હતા અને Ahmedabad theatre માં બહુ જ એકટીવ હતા. મારી theatre ની શુરુઆત એક એક્ટર તરીકે થઈ હતી, પણ પછી મારી ઈચ્છા થઇ એક નાટક લખવાની અને ડાયરેક્ટ કરવાની. એમાંથી આ એક નાટક છે IN BETWEEN જે શુરુઆત થઇ છે મુંબઈ માં.

મુશ્કેલી શેમાં છે? સ્ક્રિપ્ટ લખવામાં કે ડાયરેક્ટ કરવામાં?
અંકિત ગોર: શરૂઆતમાં લખવામાં અને હવે ડાયરેક્ટ કરવામાં. (Both Laughs)
તૃપ્તિ ઠક્કર: બધ્ધા માં (Both Laughs Again)

IN BETWEEN આ નાટકના શીર્ષક ની પાછળ શું અર્થ અભિપ્રેત છે?
અંકિત ગોર: Audience પહોંચશે તો વધારે મજા આવશે, પર નાટક માં એક dialogue છે, કોઈ સંબંધ ક્યારે એકલો હોય છે ખરો? આ જે વાત નું તથ્ય છે ને એના પર આ ટાઇટલ છે. અને આ વાત જો audience સુધી પહુંચી જશે તો આઈડિયા આવી જશે શું છે IN BETWEEN.

તૃપ્તિ IN BETWEEN આ નાટક દ્વારા આજ ના યુવાઓ ને શું સંદેશ આપો છો?
તૃપ્તિ ઠક્કર: બધ્ધા પ્રકાર ના audience theatre માં આવે છે, યુથ હોય કે સિનિયર સિટીઝન્સ. અને બાળકો માટે પણ હવે નાટકો બને જ છે. પણ જ્યારે ગુજરાતીના નાટકો હોય છે ત્યારે એક સ્પેસિફિક અને ગ્રુપ ના લોકો નાટકો જોવા આવે છે, કોઈ યંગ audience માટે બનતું નથી. હું એમ કહીશ કે આ નાટક એમના જ માટે બનાવ્યા છે અને અમે આ નાટક ખુબજ મેહનત થી બનાવ્યુ છે. તો, આવો IN BETWEEN જોવા માટે.

તૃપ્તિ અંકિત ગુજરાતી નાટકનું હમણાં જે વાતાવરણ ચાલી રહ્યું છે એ છે પારિવારિક comedy અને IN BETWEEN નાટક પ્રેમી યુગલની ભાવનાઓ અને સામાજિક માનસિકતા ને લક્ષ્યમાં રાખે છે તો એક રીતે પ્રવાહની વિરુદ્ધ જવાનું સાહસ જે તમે કર્યું છે એમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમારું શું આયોજન છે?
અંકિત ગોર: એક કેહવત છે - Only Dead Fish Float With the Flow. એકટિંગમાં અમે લોકો એટલા જીવતા છીએ કે આ પ્રવાહ ની બહાર જવાનું થોડી હિમ્મત કરી શકીયે. અમે જે કર્યું છે એમનો worth બહુ જ નેનો છે.એક અલગ જ વાર્તા હોય છે સમાજ માં અને એ જ પ્રકાર ની વાર્તા અમે આ નાટકો માં લઇ ને આવ્યા છીએ.
તૃપ્તિ ઠક્કર: જેમ અંકિત એ કીધું કોઈ પ્રવાહ ની વિરુદ્ધ નથી જઈ રહ્યાં. જે સમાજ માં થતું હોય છે એ જ દર્શાવવા માટે આવે છે. છોકરાઓ જોઈ ને જ શીખે છે. પણ, જોવા કરતા પણ જે સમાજ માં થાય છે ને એ જ આપણે દર્શાવીએ છે. જ્યારે કોઈ લેખક લખે છે તો ઈ એ લખે છે કે સમાજ માં શું થયું છે. કાઇંક જુદું લખ્યું છે અને કઈંક જુદું કરવું જ જોઈએ.

પેહલા ના theatre અને અત્યારે ના theatre માં શું અંતર આવ્યું છે?
અંકિત ગોર: હું મુંબઈ ના theatre માં છેલ્લા 2-4 વરસ થી એકટીવ છું તો હું એટલું નહિ કહી શકું પણ અમદાવાદ theatre ના કોન્ટેક્સટ માં હું કહી શકીશ કે એ યંગ audience આવે છે નાટકો જોવા માટે. આ ફરક હું મુંબઈ audience માં પણ માંગુ છું. ખાલી IN BETWEEN માટે નહિ બધ્ધા થિએટરો માટે છે. ઘણા બધા સરસ નાટકો થઇ રહ્યા છે હમણાં.
તૃપ્તિ ઠક્કર: હું અંકિત ની વાત પાર સહેમત છું કારણ કે મેં પોતે જાણ્યું છે કે જ્યારે હું શોધતી હતી ને નવું નાટક ત્યારે નોતું ખબર કે IN BETWEEN અમદાવાદ માં થઇ રહ્યું છે. જ્યારે મેં આ નાટક જોયું અને audience પણ જોયા ત્યારે ખબર પડી કે આ નાટક ને આપડે ફુલ લેન્થ માં પ્લે કરીયે. હું ફરીથી કહીશ કે આ પ્લે બધા માટે છે ખાસ કરીને young audience માટે.

થિએટરએ શું શીખડાવ્યુ છે?
અંકિત ગોર: જીવતા. . . થિએટરએ જ જીવન જીવતા શીખવાળ્યું છે, એ મારા માટે best learning છે. Theatre is lifestyle, is a art of leaving.
તૃપ્તિ ઠક્કર: મને થિએટરએ કોન્ફિડેન્સ આપ્યું છે.

એક અક્ષર theatre માટે....
અંકિત ગોર: It's a word game .... (both laughs....) શ્વાસ.
read / post your comments
   Discussion Board
Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play