Review

AAJE ROKDA NE UDHAR KALE

AAJE ROKDA NE UDHAR KALE Play Review


Jayesh Shah


Direction : Jaydeep Shah
Writer : Imtiaz Patel
Cast : Hemant Jha, Ojas Rawal, Kuldip Gaur, Poonam Parikh, Nidhi Dave, Mansi Natekar, Kamlesh Darji and Meet Sarvaiya


 AAJE ROKDA NE UDHAR KALE Review


રંગમંચ પર કલાકારો નાટક પ્રસ્તૂત કરતા હોય, પ્રેક્ષકો હસી હસીને તાળીઓ પાડતા હોય, વન્સમોર દ્વારા પસંદીતા દ્રશ્યો કલાકારો ફરીથી ભજવતા હોય, નાટકમા તેના અભિનય વચ્ચે કલાકારો સંવાદ કે કોઈ રમૂજ દ્વારા દર્શકો સાથે તાદમ્ય સાધતા હોય, અરે ટેકનિકલ ખામીને લીધે વિક્ષેપ પડવા છતાં પ્રેક્ષકો કલાકારોને બિરદાવતા હોય ત્યારે કલાકારો પણ પોતાની હાજર જવાબી થી દર્શકોને ખુશ કરી દેતા હોય આ દ્રશ્ય છે મુંબઈના ઓડિટોરિયમ માં ભજવાતા નાટક' આજે રોકડા ને ઉધાર કાલે 'જેના નિર્માતા છે આશિફ પટેલ અને દિગ્દર્શન છે પ્રખ્યાત કલાકાર જયદીપ શાહ નું.

નાટકની કથામાં કંઇ જ નવીન નથી એ જ એક જુઠ અને તેને છુપાવવા બીજા બોલતા અનેક જૂઠ, ધમાલ, દોડાદોડી વગેરે હા પણ સિગરેટના પેકેટ પર લખાતી ચેતવણી ની જેમ પહેલેથી કહી દેવામાં આવે છે કે આ નાટક દ્વારા દર્શકોને જ્ઞાન કે સમજણ આપવાનો કોઈ જ આશય નથી, પીરસવું છે તો ફક્ત હાસ્ય અને મનોરંજન. હા પણ મારા જેવા આ લખનારને ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ 'ઓવર' કે પરાણે હસાવવાનો પ્રયાસ લાગે પણ મારા જેવા અલ્પમત માં હોય.

રાજ અને નેહા એકબીજાના પ્રેમમાં છે અને જલ્દીથી લગ્ન કરવાના છે રાજનો જીગરી મિત્ર નટવર ઉર્ફ નટુ તેની પત્ની સાથે રાજના ઘરે થોડા દિવસ માટે રોકાવા આવે છે અમીર પણ અનાથ રાજની સંપત્તિના રખેવાળ અવિનાશકાકા અચાનક વિદેશથી રાજના ઘરે આવે છે રાજને વધુ માસિક ખર્ચ મેળવવો હોવાથી તેણે એક જૂઠ કહેલું કે તેના લગ્ન થઈ ગયા છે હવે અચાનક કાકાના આવવાથી એક પછી એક જૂઠ બોલાય છે અને તેમાંથી જન્મે છે અવિરત હાસ્ય અને મસ્તી.

કથા સંવાદ એ બધા કરતાં પણ નાટકની તાજગીનો આધાર છે કલાકારો ઓજસ રાવલ તેમજ કુલદીપ ગૌર પર. જેણે બે જીગરી મિત્ર નો કિરદાર નિભાવવા અભિનયમાં દિલોજાન લગાવી દીધા છે તેઓના અભિનયમાં સ્ફુર્તી તેમ જ તાજગી દેખાઈ આવે છે ઓજસ રાવલ ગુજરાતી ફિલ્મ તેમ જ નાટક નું જાણીતું નામ છે પોલમપોલ થી કારકિર્દી શરૂ કરનાર ઓજસ, ચોર બની થનગાટ કરે ,વેન્ટિલેટર, ચાસણી તેમજ ટીવી સીરીયલ લેડીઝ સ્પેશિયલમાંનાં અભિનયથી લોકો સુપેરે વાકેફ છે કુલદીપ ગોર ચાણક્ય, રંગીલો, મન મળે ત્યાં મેળો તેમજ ટીવી સીરીયલ લેડીઝ સ્પેશિયલ વગેરેથી જાણીતો થયેલ છે આ સાથે ત્રીજા ઉમદા કલાકાર જેણે અવિનાશ કાકાનો કિરદાર નિભાવેલો છે તે હેમંત ઝા તો ઘણા સિનિયર કલાકાર છે જેણે અજાત શત્રુ, નોંધપોથી, હિમ પંખી જેવા ઘણા નાટકો માં અભિનયના ઓજસ પાથરેલા છે. દર્શકોમાં કોમેડી પીરસવામાં તેમણે પણ કોઈ કચાસ રાખી નથી. અન્ય કલાકારોમાં પૂનમ પારેખ, નિધિ દવે, મન સે નાટેકર વગેરે પણ તેના અભિનય દ્વારા સારો સાથ પુરાવે છે ઈમ્તિયાઝ પટેલની કલમે હાસ્ય ને અનુરૂપ પ્લોટ ઉભો કરવા સારો પ્રયત્ન કરેલ છે જાણીતા કલાકાર અને હાસ્ય પર ની સારી પકડ ધરાવતા દિગ્દર્શક જયદીપ શાહ નું દિગ્દર્શન ખૂબ જ સુંદર છે તેના દિગ્દર્શક નો જ પ્રતાપ છે કે કલાકારોમાં તરવરાટ જોવા મળે છે અને નાટક ધબકતું રહે છે.

રંગમંચ પ્રોડક્શન અને નિર્માતા આસિફ પટેલ નું નાટક નામ 'આજે રોકડા ને ઉધાર કાલે' ભલે હોય પણ નાટકની ટિકિટના રોકડા આપીને ત્યાં તો ત્યારે ને ત્યારે જ ભરપૂર હાસ્યની ડિલિવરી મળે છે પ્રેક્ષકોના ભાગે કોઈ જ ઉધારી નહીં આવે એટલું તો પાકું.

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

   AAJE ROKDA NE UDHAR KALE Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play