Review

MBA   MANE BADHU AAVDE

MBA MANE BADHU AAVDE Play Review


Jayesh Shah


Direction : Paarth Desai
Writer : Pranav Tripathi
Cast : Sejal Shah, Paarth Desai, Jigna Trivedi, Achalash pandya, Amita Rajda, Kapil Bhuta, Purvi Mehta, Rajesh Solanki


 MBA MANE BADHU AAVDE Review



જીવનની સાઠી વટાવી ચૂકેલા અને ધંધામાં કરોડોની ઉથલપાથલ કરી ચૂકેલા વયસ્ક હોય કે પછી સંતાનોના ઉછેર થી લઈને ઘરની તમામ જવાબદારીઓ પોતાની કોઠાસૂઝથી કુશળતાપૂર્વક નિભાવી ચૂકેલા પ્રૌઢ મહિલા હોય તે દરેક વ્યક્તિ જ્યારે આજના ડિજિટલ યુગ સાથે કદમ મિલાવવાની વાત આવે કે,આજના નવ યુવાનોના અનમોલ ઘરેણાં સમાન મોબાઈલ ની વિવિધ આંટીઘૂટી સમજવાની આવે ત્યારે જુનવાણી, ગમાર કે પછી ડોબામાં પુરવાર થાય. જીવનમાં લખવા વાંચવાની સાક્ષરતા ની જેટલી જરૂર છે તેટલી જ જરૂર મોબાઈલના જરૂરી એવા વિવિધ પાસાઓ સમજી જીવનના વિવિધ તબક્કે તેનો ઉપયોગ કરતા આવડે તે પણ છે અને આ જ સાંપ્રત વિષયને હલકી ફુલકી તેમજ મનોરંજક રીતે પીરસી ને સમજાવેલું નાટક એટલે કે લીલા આર્ટસનું નવલું સર્જન એમબીએ મને બધું આવડે.

60 વર્ષની ઉપર પહોંચી ગયેલા નિવૃત્ત શિક્ષિકા અને બીએ ભણેલા તરલાબેન મધુસુદન દિવેચા તેના પતિના અવસાન બાદ સુરત થી મુંબઈ તેના દીકરાને ત્યાં રહેવા આવી જાય છે વકીલ દીકરો, ઓફિસમાં કામ કરતી વહુ અને પૌત્રનો સુખી સંસાર છે પરંતુ દરેક રીતે હોશિયાર તરલાબેન આજના સ્માર્ટફોન આગળ લાચાર છે. મોબાઇલ વિશેની અજ્ઞાનતાને લીધે તેના ખાતામાંથી માતબર રકમની ઉચાપત થઈ જાય છે ,અકસ્માત થયેલ યુવાનને સમયસર મદદરૂપ થવામાં અસહાયક રહે છે અને આ બધાને લીધે ઘરના જ સભ્યો દ્વારા સાંભળવા મળતા મેળાટોણા,અપમાન તેમજ લાચારીને લીધે તે મોબાઇલ શીખવા તત્પર બને છે ને તેમાં તેને સાથ મળે છે વિક્રમ નામના યુવાનનો. તરલાબેન પોતે મોબાઇલના વિવિધ પાસાઓ ખૂબ મહેનતથી શીખે છે.ને તેમા સફળ પણ થાય છે પરંતુ જ્યારે પોતે ભોગવેલી લાચારી તે અન્ય ઉંમરલાયક વ્યકિત માં જોય છે ત્યારે તેમની તે વ્યથા નાબૂદ કરવા મોબાઈલ શીખવાના ક્લાસ શરૂ કરે છે .પરંતુ શું તેમાં તે સફળ થાય છે કે પછી તેમાં પણ અડચણ અને પરેશાની નો સામનો કરવો પડે છે વગેરે સવાલોના જવાબ તો લીલા આર્ટસનું રસપ્રદ નાટક 'એમબીએ' મને બધું આવડે. જ આપી શકે.

તરલા દિવેચાના પાત્રમાં પ્રસિદ્ધ અભિનેત્રી સેજલ શાહ ની પોતાની આગવી ઓળખ છે ૧૯૯૯ માં ગુજરાતી ધારાવાહિક એક મહલ હો સપનો કા થી અદાકારી શરૂ કરનાર સેજલ શાહે પછીથી પાછું વાળીને જોયું નથી. વચમાં અમુક વર્ષો સુધી રંગભૂમિ થી અલિપ્ત રહ્યા બાદ વેબસિરીઝ સ્કેરડ ગેમ્સ થી અભિનયની ફરી શરૂઆત કરનાર સેજલ શાહ 'એમબીએ' મને બધું આવડે નાટકના આધાર સ્તંભ છે તેમણે પોતાના અભિનય દ્વારા ખુશ કરી નાખી સમગ્ર નાટકનો ભાગ ઉપાડી લીધો છે , બાકીના અન્ય કલાકારો પાર્થ દેસાઈ, જીજ્ઞા ત્રિવેદી, કપિલ ભુટ્ટા, અચલેશ પંડ્યા ,અમિતા રાજડા, પૂર્વી મહેતા તેમજ રાજેશ સોલંકી નો અભિનય પણ નાટકમાં પ્રાણ પુરે છે,પ્રણવ ત્રિપાઠીની કલમ આજના ઉંમરલાયક વ્યક્તિની વ્યથાને આબેહૂબ રીતે રજૂ કરે છે .આજની નવી ટેકનોલોજી થી પોતાનો વ્યવસાય વધારી શકાય, નિવૃત્ત એકાકી વ્યક્તિ દૂરદેશ વસતા પોતાના સ્વજનો સાથે વાત કરી શકે, એકલતામાં સરી જતા વૃદ્ધો તેનો માનસિક તણાવ દૂર કરી શકે જેવા અનેક પ્રસંગો કથામાં સામેલ કરીને સત્ય ઉજાગર કરેલું છે,હા પણ સાથે મોબાઈલનો અતિરેક પણ કેટલો વિનાશ નોતરી શકે છે તે વિષય પર પણ ભાર મૂકવાની જરૂર હતી. પાર્થ સુનિતા દેસાઈનું દિગ્દર્શન પણ તારીફને પાત્ર છે ,દરેક કલાકાર પાસેથી તેઓ ધાર્યું કામ લઈ શક્યા છે, જીતેન્દ્ર જોશી,અલ્પેશ શાહ નિર્મિત તેમજ કિરણ માલવણ કર પ્રસ્તુત 'એમબીએ' મને બધું આવડે નાટક હળવી રીતે સંદેશ આપી જાય છે કે " એમબીએ- મોબાઈલ બધાને આવડે".

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

   MBA MANE BADHU AAVDE Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play